અપરાધ

Ok મમ્મી,

તું એમ કહેવા માંગે છે ને કે ઘણા બધા એવા કેદીઓ છે જે પ્રોફેશનલ ગુનેગાર નથી પણ ઘણી વખત જેમ આપણે આપણું મગજ નો કંટ્રોલ  ગુમાવી બેસીએ છીએ અને કોઈ ભૂલ આપણાથી થઈ જાય તે રીતે તેઓ થી પણ તે ભૂલ જાણતા કે અજાણતા… સ્વરક્ષણ માટે કે સ્વજન ના રક્ષણ માટે તેમનાથી કોઈ મોટો ગૂનો કે ખૂન થઈ ગયું હોય છે અને એ માટે તેઓ જેલના સળિયા પાછળ પૂરાયેલા હોય છે…..તો તે લોકો નો innocent past ને ધ્યાન મા રાખી ને તેમને એક chance આપવો જોઇએ કે તે લોકો પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવી શકે!!

અને ઘણા રીઢા ગુનેગાર એવા પણ છે જેમને સુધરવું હોય છે જો સમાજ ચાન્સ આપે તો…..

         માટે આપણે ભલે તેઓને નાનો-મોટો કોઈપણ ગુનો કરી અને જેલમાં સળીયા પાછળ છે પણ આપણે તેમને પણ એક કે એકથી વધારે ચાન્સ આપવો જોઈએ સુધારવા માટે….. પોતાની રીતે મુક્તપણે પોતાની જિંદગી જીવવા માટે!!!
આઝાદ પંખીઓ ની જેમ આકાશ મા ઉડવા માટે!!!
બરાબર ને…??

I think you are right mom!!

માનવ અધિકાર પંચ ના  employee રક્ષાબેન પોતાની દિકરી ને પોતાની વાત સમજાવી શક્યા માટે મનમા ને મનમા ખૂબ જ ખુશ થાય છે….

   આ વાર્તાલાપ સાંભળતા જ નિર્દોષ પાંજરે પુરાયેલા
“LOVE BIRDS “એક બીજા ની સામે જોઈ ને વિચારવા લાગ્યા કે આપણી “સુંદરતા”કદાચ આ બધા અપરાધીઓ ના અપરાધ કરતાં મોટી હશે માટે જ આપણને તો એક પણ chance  નથી મળતો મુક્ત આકાશમાં ઉડવા માટે!!!

✍Sarika Raichura
Gracefuldispersion.