ઉદાહરણ

મારા મમ્મી સાચું જ કહે છે કે….

ભણેલી છોકરીઓ માથા ફરેલી જ હોય છે.

આ તે કેવી જીદ કે ઘરની ચાર ગાડી છે….બાઈક છે….તારું પોતાનું એક્ટિવા પણ છે….પણ તારે તો આ ઘરની ગાડીઓમાં ત્યાં નથી જવું કે તારે કેબમાં પણ નથી જવું…અને આટલે દૂર કોઈ ઓટો વાળો આવવાની હા પણ નથી પાડતો….પણ તારે શું તારે તો મારો આખો દિવસ જ બગાડવો છે ને??

આમ સુરજના તાપથી સાથે-સાથે સુરજનું મગજ પણ તપવા લાગ્યું અને તે સંધ્યા પર ખુબ જ ગુસ્સે થયો.

ઘણી વખત પછી એક ઓટો વાળા એ હા પાડી અને તે લોકો તે ઓટો માં બેઠા…ઓટો વાળાએ શરૂઆત માં ખુબજ સરસ રીતે ઓટો હંકારી પછી જેમ તેમ Drive કરવા માંડ્યો….ખાડા-ટેકરા મા ઓટો નાં પૈડા ફરવા માંડયા અને ગુસ્સામાં કે ગરમીમાં કે “એક અહમ” કે આજે મારું ધાર્યું ના થયું તેમ વિચારી વિચારીને એને રીક્ષાવાળા કરતાં પણ સંધ્યા ઉપર વધારે ગુસ્સો આવવા લાગ્યો તેને સંધ્યા સાથે વાત તો ઠીક પણ તેની સામે જોવાનું પણ મન ના થતું હતું….

ત્યાં પહોંચતા પહોંચતા સુધીમાં તો તેને પોતાની જાત ઉપર પણ ગુસ્સો આવવા લાગ્યો કે હું આટલો બધો ભણેલો-ગણેલો આટલો મોટો સીએ જેની પોતાની ઓળખાણ,જેની સલાહ લેવા માટે લોકો Appointment લે છે…. જે હજારો લોકો નું રિટર્ન ફાઈલ કરે છે….જેની પોતાની આવક લાખો રૂપિયા છે…. તેને…..ત્યાં જ તેનું ધ્યાન ઓટો ડ્રાઈવર ની ખરાબ નજર જે સંધ્યા ઉપર પડતી હતી તેની ઉપર જાય છે અને તે ગુસ્સાથી ઓટો ને ઉભી રાખીને અડધે રસ્તે ઉતરી જાય છે… અને સંધ્યા ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે અને હવે આ અડધે રસ્તે શું કરવું તેની મથામણમાં પડી જાય છે.

પાછું જવું તો શક્ય જ ન હતું… અને આગળ વધવા માં પણ કઈ મજા આવે એવું લાગતું નહોતું….બીજો કોઈ ઓટો વાળો ત્યાં હતો પણ નહીં માટે ફરી એ જ રીક્ષાવાળાને વિનંતી કરી અને ફરી પોતાની યાત્રા જેમતેમ ચાલુ કરી.

પહોંચીને ને તે સંધ્યા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે આપણી ગાડી લઈને ગયા હોત તો કેટલી બધી નિરાંતે અને જલ્દીથી અહીં પહોંચી ગયો હતો આ કોઈની ઉપર ડિપેન્ડ રહ્યા એટલે કેટલા હેરાન થયા તે જોયું ને??

સંધ્યા થોડી વલોવાઇ ગઈ….થોડી સહમી ગઈ…

અને પછી સુરજ ને કહ્યું કે સુરજ આજ વાત હું તને કેટલા સમયથી સમજાવું છું કે જેમ તારો આ એક જ દિવસ કોઈની ઉપર ડિપેન્ડ રહેવા મા બગડી ગયો તો તું વિચાર કર કે હું મારી આખી જિંદગી તારી ઊપર Dependent રહી ને કેવી રીતે વિતાવીશ??

આ જે લાંબો રસ્તો હતો તે આપણી લાંબી જિંદગી હતી સુરજ

શરૂઆતમાં રિક્ષાવાળાએ ખૂબ જ સરસ રીતે ડ્રાઈવિંગ કર્યું અને પછી ખૂબ જ ખરાબ રીતે ડ્રાઇવિંગ કયુઁ…… તેવી જ રીતે શરૂઆતમાં તો આપણા વચ્ચે ખૂબ જ પ્રેમ હશે પણ પાછળથી જ્યારે મન દુખ થશે ત્યારે શું થશે તે જોયું ને…

જેમ તને તુ સીએ છે…. અને તને તારા પોતાના ઉપર અભિમાન છે ને તેમ મને પણ હું CA છું ને તેના ઉપર અને મારા પોતાના પર ખૂબ જ માન છે …સુરજ

જેમ અડધા રસ્તે તું પાછળ જઇ શકતો ના હતો ને આગળ વધવામાં પણ તને મજા આવતી ના હતી તેવી જ રીતે મારી જીંદગી પણ અમુક વષોઁ પછી આમ જ એક જગ્યાએ આવી ને ઉભી રહી ગઈ હશે….એક બુત ની જેમ….

Please સૂરજ મારા જીંદગી નાં સફર માં તું મારો સાચો હમસફર બની જા…..

અને સુરજ જાણે સંધ્યા માં વિલિન થઇ ગયો.

Private

Daughter: Why do I have to be separated for four days like this?

Mother: Nothing Beta …

Daughter: Why is Grandma so angry?

Mother: Nothing like that …..

Daughter: Mom, why is she keeping these sanitary pads hidden everywhere and in between so many prints ??

Mother: Nothing like that …..

Daughter: Why are you so scared

Mother: Nothing like that …..

Daughter: Mom why do you feel so embarrassed ??

Mother: Oh nothing

Daughter: Mum has done anything wrong to me ?? If I go to anyone, I feel like they have disappeared, and they immediately turn away from me, and today, they did not even let me enter the temple.

Mom, why are you doing this to me … why do people do this to me ??

Mother: There is nothing new in this, dear. Listen, it happens to you and it happens to every woman in the world.

Daughter: So why do I have to hide like this ??

Mother: Beta, probably because the part from where menstruation comes from is called a private part and has to be kept private.

After so many years today, I suddenly remembered this thing ….. because ….. because today my father-in-law was so happy and greeted my father over the phone saying that I had given birth to a daughter … ..But …. I wondered why people say this thing out loud, because this thing should also be kept secret because …..

because……

I had a baby from that very same part!

કેમ મને ચાર દિવસ આવી રીતે અલગ રહેવાનું મમ્મી ??

કઇ નહિ બેટા એમજ……

હવે દાદી કેમ આટલા બધા ગુસ્સામાં છે???

કઇ નહિ બેટા એમજ…..

મમ્મી, તે આ સેનેટરી પેડ કેમ આટલી બધે અંદર અને આટલા બધા છાપાઓની વચ્ચે છુપાવી ને રાખ્યા છે??

કઇ નહિ બેટા એમજ…..

મમ્મી તું કેમ આટલી બધી ડરી ગઈ છે કે

કઇ નહિ બેટા એમજ…..

મમ્મી તું કેમ આટલી બધી શરમિંદગી મહેસુસ કરે છે??

અરે કઇ નહિ બેટા એમજ…..

મમ્મી મારાથી કંઈ પાપ થઈ ગયું છે?? હું કોઈની પણ પાસે જાવ તો તેવો અભડાઇ ગયા હોય ને તેમ તરત જ મારાથી દૂર થઈ જાય છે અને આજે તો મને કોઈ એ પ્રસાદી પણ ન આપી

મમ્મી તું ચોખવટ કર ને …..મને જ કેમ આવું થાય છે…. લોકો કેમ મારી સાથે આવું કરે છે??

જો બેટા, સાંભળ આમાં કશુ જ નવુ નથી તને જે થયું છે ને તે દુનિયામાં દરેકે દરેક સ્ત્રી સાથે થાય છે તો જરા પણ ઝાંખી ના પડ..

તો….તો કેમ આવી રીતે મારે છુપાવવાનું??

બેટા, કદાચ એટલા માટે કે જે જગ્યાએથી માસિક ધર્મ આવે છે ને તે ભાગ ને ગુપ્ત ભાગ કહેવાય ને માટે ગુપ્તતા જાળવવાની હોય.

આટલા વષોઁ પછી આજે મને અચાનક આ વાત અનાયાસે યાદ આવી ગઇ…..કારણ…..કારણ કે મારા સસરા એ ખુબજ ખુશ થઇ ને ફોન ઉપર મારા પપ્પા ને વધામણી આપતા જણાવ્યું કે મે દીકરી ને જન્મ આપ્યો છે….. પણ…. આ વાત ને કેમ લોકો મોટે મોટેથી કહે છે આ વાત ને પણ ગુપ્ત રાખવી જોઈએ કારણ …..કારણકે મે બાળક ને જન્મ પણ ……

કાયદો

કાયદો તો કહે છે કે કોઈનું ખૂન ના કરાય નહીંતર ગુનો બને….

અને કાયદો એમ પણ કહે છે કે હેલ્મેટ નહી પહેરો તો પણ ગુનો બને……અને કદાચ એક્સિડન્ટ થશે તો brain haemorrhage ના કારણે મૃત્યુ થઇ શકે છે.

પ્રથમ કાયદાનું સામાન્યતઃ પૂર્ણ પાલન થાય છે.
બીજા કાયદાનું સામાન્યતઃ પૂર્ણ પાલન થતું નથી.

અર્થઘટન:-

બીજાની જિંદગી નું ખૂન કરતી વખતે આપણને કાયદાનો ડર લાગે છે…..પણ પોતાની જિંદગી ને ખૂની વિચારોના [જેવાકે હેલમેટ નહીં પહેરીશ તો ચાલશે] હવાલે કરતા પહેલા કાયદાનો નહીં તો પોતાના જીવતા રહેવાનો ફાયદાનો તો ચોક્કસ વિચાર કરવો જોઈએ.

✍🏻સારિકા રાઈચુરા

ઉષા નો ઉદય

તારા વગર ચાલવાની કોશિશ તો હું કરું છું
છતાં પણ, લાગે જયારે ઠોકર ત્યારે તારા જ સહારાની કામના કરું છું—મમ્મી.

I am student of medical college…so as per government rule, I have to go village and stay there for 1 year…

માટે હું ખૂબ જ દુઃખી દુઃખી થઈને ગામડાની સરકારી હોસ્પિટલમાં નોકરી કરવા માટે હાજર થવા નું મે નકકી કયુઁ. મારા મમ્મી પપ્પા નો સ્વભાવ ખૂબ જ ચિંતા વાળો માટે મારી મમ્મીએ પણ મારી સાથે ગામડામાં એક વર્ષ સુધી રહેવાનું નક્કી કર્યું અને મેં ઉલટી ગિનતી ગણવાનું ચાલુ કરી દીધું કે હવે મારે 365….364…363….362 days પછી હું પાછી અમદાવાદ જતી રહીશ …..

મારે આ વષઁ ખાલી ને ખાલી ટાઇમપાસ કરવાનો હતો કારણ કે જો હું ગામડાની સરકારી હોસ્પિટલમાં એક વર્ષ સુધી નોકરી ન કરું તો મારે bond ના પાંચ લાખ રૂપિયા જતા કરવા પડે તો મારા મમ્મી પપ્પાના 5 lacs બચાવવા માટે મેં ગામડાની હોસ્પિટલમાં નોકરી કરવા માટે મારા “મનને- કમને” મનાવી લીધું.

1 year _______365 days_______કઇ રીતે પસાર થશે??

મને તો ડે વનથી જ ડોમિનોઝ પિઝા મારા પપ્પા જેટલા જ યાદ આવવા લાગ્યા…..ચાર રસ્તા ઉપરનો પાણીપુરી વાળો ભૈયા મને મારા ભાઈ જેટલો જ યાદ આવવા લાગ્યો…..મને મોલ-મલ્ટિપ્લેક્સ, cafe, રિવરફ્રન્ટ, કાંકરીયા આ બધું ખુબજ યાદ આવતું.

મને મારા ફ્રેન્ડ સાથે વિતાવેલી દરેક ક્ષણ ખૂબ જ યાદ આવતી
પણ તેને કહેવાય દિલ પર પથ્થર મૂકીને મેં આ એક વર્ષ જેમતેમ વિતાવવનુ નક્કી કર્યું…. ગવર્મેન્ટ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ જેટલું કામ રહેતું ન હતું પણ સ્ટાફ ઓછો હતો માટે મારે થોડે મોડે સુધી રોકાવું પડતું હતું.

હું તો મારી દુનિયામાં જ રચી પચી રહતી…. અને એવા જ ભરમ માં રાહેતી હતી કે I am a doctor…..i am very smart…i am something…..etc…etc…હોસ્પિટલમાં પણ બધાને હું તુચ્છ જ ગણતી હતી અને હું મારા ઉપર અને મારી હોશિયારી પર ખૂબ જ અભિમાન કરતી હતી.

મમ્મીને તો ડે વનથી ગામડામાં ગમવા લાગ્યું હતું….મારા જન્મ પહેલાં મમ્મી ટીચર હતી પણ સમયની જરૂરિયાતને સમજીને તેમણે જોબ મૂકી દીધી હતી પણ હવે તેમણે ફરીથી નાના ગરીબ બાળકોને ફ્રીમાં ભણાવવાનું ચાલુ કરી દીધું હતું.

રોજ રાત્રે મમ્મી મને તેની દિનચયાઁ કહેતી અને મને નવાઈ લાગતી કે આ લોકો કેટલા ભોળા છે……કેટલા બધા મહેનતુ છે….કેટલા પરોપકારી છે.

ધીરે-ધીરે મને પણ ગામમાં ખૂબ જ ગમવા લાગ્યું.

ધીરે ધીરે મારા મનમાં કમ્પેરીઝન થવા લાગી……

ગામડું V/S શહેર
ભોળપણ V/S શાળપણ,
ચોખ્ખી હવા V/S એરકન્ડીશન ની હવા,
સરળતા V/S લુચ્ચાઈ,
તાજી તરકારી V/S Refrigerate નાં vegetables.,
નિઁધન લોકોની નિખાલસતા V/S ધની માણસોની ખંધુતા.,
સંતોષ V/S અસંતોષ
ફકત ફરજની વાતો V/S ફકત હક્ક ની જ લડાઇ.

તહેવારો નું સેલિબ્રેશન…. લગ્નની પરંપરાગત ઉજવણી….બિમાર લોકો માટે ની ચિંતા….હળી મળીને કામ કરવા ની ખેવના, ટુંકમાં દુખ હોય કે સુખ બધા જ લોકો ભેગા ને ભેગા……

મમ્મી એ ધીમે ધીમે દીકરીઓને ભણાવા માટે પ્રોત્સાહિત કરવા લાગી ….પોતાના પગ પર ઉભા રહેવાના ફાયદા Examples આપીને સમજાવવા લાગી….કે જો વિજી માસી ભણેલા હોત તો માસા નાં અવસાન પછી તેમણે આ રીતે જીવવું ના પડત….આવી તો ઘણી વાતો કરી ને તેમણે દીકરીઓ નું ભણવાનું ચાલુ કરી દીધું.

12-13 વષઁ ની દીકરીઓને પિરિયડ વિષે સાચું જ્ઞાન ચોખ્ખાઈ વગેરે બાબતોથી માહિતગાર કરવા લાગી….દરેક એ દરેક સ્ત્રી ને પીરીયડ વિશે scientifically સમજાવી ને દરેક નાં મન નાં ભ્રમ સમાધાન કયુઁ.

લગભગ રોજ બપોરે બાર વાગે મમ્મીનો આ સેવાભાવી કૃત્ય ચાલુ થઈ જતું તે રાત્રે લગભગ 10-11-12 વાગ્યા સુધી ચાલતું.

મને થતું કે 10 થી 12 કલાક એકધારું લોકોને સમજીને સમજાવવાનું, નાના છોકરાને ભણાવવાના, નવી ટેકનોલોજી Google ઉપરથી શીખીને સરપંચ જોડે મંત્રણા કરી પ્રેકટિકલી પોસિબલ છે કે નથી… તે જોવાનું…. થોડી પણ આશા લાગે કે હા આ ટેક્નોલોજીથી ખેડૂતોને ફાયદો થશે તો તેમને સમજાવવાના…. આ આટલું બધું એકધારું કામ કરવામાં મમ્મીને ખૂબ જ આનંદ આવતો ….
મે મારી મમ્મી ને આટલી fresh and confident
ક્યારેય જોઇ ન હતી.

મમ્મીના ધ્યાનમાં તો હતું જ કે લોકોના ઘરે ગેસ ના હતા લોકો દુર દુર સુધી ચાલીને જતા અને વૃક્ષની ડાળી કાપી કાપી અને રસોઇ કરતાં ઘણા લોકો પ્રાઈમસ ઉપર જ રસોઈ કરતા, આ કામમાં સ્ત્રીઓ ના રોજના ૩ થી ૪ કલાક સહેજેય બગડી જતાં હતા અને ધીરે ધીરે વૃક્ષોની સંખ્યા પણ ઓછી થઈ જશે આ જ વિચારે તેમને બાયોગેસ પ્લાન્ટ વિશે વિચારવા માટે મજબૂર કરી દે છે….પછી તો “”એ તારી”” ગેસ,સુયઁ કુકર,
ઇલેક્ટ્રિક સગડી બધી જ વસ્તુઓ ની જાણકારી “Google ભાઈ” પાસેથી મેળવીને મારાજ બધા ફ્રેન્ડ જે લોકોએ બી.ટેક હમણાં જ પૂરું કર્યું હતું અને M.tech ભણતા હતા તે બધાની સલાહ લઈને લોકોની લાઈફ ખૂબ જ સરળ કરવામાં તેમને ખૂબ જ મદદ કરી….બેંક માં જઇ ને સબસીડી ની વિગતો જાણી લીધી…..સરકારી ઓફિસોમાં જઇ ને બધી યોજના અંતર્ગત કયા કયા લાભો મળે છે તે પણ ઊંડાણ થી સમજી લીધું….Ahmedabad ની એક સંસ્થા ને પણ મદદ માટે મનાવી લીધી…ના હો આર્થિક મદદ નહિ…પણ આ બધા કામમાં ગામમાં જલદીથી જલદી ચાલુ થાય તેમાં જે Technically guidelines મળી રહે તે મદદ.

તેને બધા નાં દુખ પોતાના જ લાગતા માટે તે તરત જ problem solve કરવા વિચારવા લાગતી…
પછી તો જે ત્રણ ચાર કલાક સ્ત્રીઓના રોજના બચતા તેમાંથી તેમને આર્થિક રીતે કઈ રીતે સદ્ધર થઇ શકાય તેવી ખેવનાથી તેમણે અમદાવાદની તેજ સંસ્થા સાથે મળી અને ટ્રેનિંગ સેશન ગોઠવી આપ્યો.

તે સંસ્થાએ ગામની સ્ત્રીઓ ને jute માંથી સરસ bags બનાવતા, માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવતા, તોરણો, ભરત ભરતાં…એવી તો ઘણી બધી વસ્તુઓ બનાવતા શીખવી દીધું.
અને અંતે ગૂગલ ભાઈ તો હતા જેના ઉપરથી મમ્મી જુદી-જુદી વસ્તુઓ શીખતી અને પછી ગામની સ્ત્રીઓને શીખવતી.

ધીરે-ધીરે ગામનું નામ પણ રોશન થવા લાગ્યું અને વ્યાપાર પણ વધવા લાગ્યો. આસપાસના ગામ નાં લોકો પણ અમારા ગામનું અવલોકન કરતા અને પ્રોત્સાહિત થતા.

હવે હું Doctor તરીકે ઓછી અને ઉષા બહેન ની દીકરી તરીકે વધુ ઓળખાતી હતી.

અચાનક તાળીઓના ગડગડાટ થયો અને હું ભૂતકાળમાંથી વર્તમાન માં આવી ગઇ. મારી મમ્મીના કરેલા સેવાભાવી પુરુષાર્થ બદલ તે ગામના લોકોએ મમ્મીની પ્રતિમાની સ્થાપના એક વિશાળ ચોકમાં કરી હતી તેનું ઉદ્ઘાટન કરવા મારું નામ બોલાયું અને મેં મારી વિચાર શૃંખલા ને વિરામ આપી અને હું ઉભી થઇ…..
મમ્મીની પ્રતિમાની અનાવરણ મારા હાથે કરવામાં મે આજે ખૂબ જ ગૌરવ અનુભવ્યું… સોનેરી ફ્રેમમાં મારી મમ્મીનું નામ “ઉષાબેન પુજારા” ઝગમગતું હતું…ખુશીથી મારી આંખો છલકાઇ ગઈ….
લોકોએ મારી મમ્મીના નામનો જયઘોષ કરવા માંડયો … મારી વેદના એ હતી કે જીવનભર મેં તેના નામનો કોઈ દિવસ જયઘોષ કર્યો ન હતો આજે પ્રથમ વાર મેં પણ તેના નામનો જયકારો કર્યો ત્યારે હું લજ્જિત થઈ ગઈ કે જાણે અજાણ્યે મે મમ્મી ને કેટલી બધી વખત આ બધું કરવા માટે ના પાડી દીધી હતી…

અચાનક સરપંચે કહ્યું કે આજથી આ ચોકનું નામ ઊષા ચોક છે
અને લોકોએ ચિચિયારી પાડીને હર્ષોલ્લાસથી વધાવી લીધું

આટલું બધું માન આજે ચોતરફથી મને મળતું હતું પણ મનમાં મને ખૂંચ્યા કરતું હતું કે આ માન ની હું ખરેખર હકદાર છું??

કાર્યક્રમ આગળ વધવા માંડ્યો અને પછી મને ધીમે-ધીમે ખબર પડી કે મારા અમેરિકા સ્ટડી માટે ગયા પછી મારી મમ્મીએ ગામલોકો માટે કેટલા બધા અભિયાન ચલાવીને આખા ગામનો ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું હતું આજે ગામમાં એક સારી હોસ્પિટલ,સારી કોલેજ, ઘરમાં ટોઈલેટ આ બધું મારી મમ્મીને જ આભારી હતું.
મમ્મી એ આખા ગામ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો કે જેટલું કમાશો તેમાંથી 20 થી 25% ગામના વિકાસ માટે ફાળવશો.

પપ્પા ના ગયા પછી મમ્મી આજ ગામ માં આવી ને વસી ગયેલી
અને પપ્પાના PF, Gratuity, pension નાં પૈસા જરૂર પડે ત્યારે લોકોની જરૂરિયાત માટે વાપરતી. મને તો આજે ખબર પડી કે મારા દરેક દરેક ફ્રેન્ડ નવી- નવી ટેકનોલોજી જે પણ ગામનાં વિકાસ માટે જરુરી હોય તેનાથી મમ્મી ને માહિતગાર કરતા.
મમ્મી ને ક્યારેક તો મનમાં હું પણ મદદ કરું તેવો વિચાર આવ્યો હશે ને??? આશા તો થઈ હશે ને કે હું પણ ખૂબ જ ડોલર કમાવું છું તો થોડીક આર્થિક સહાય પણ કરુ!!

સંમેલન પત્યા પછી વડીલો મારા માથે હેતથી હાથ ફેરવતા અને ખૂબ જ હદયપૂર્વક આશીર્વાદ આપતા….અને નાના નાના છોકરાઓ તો મને આવી ને પગે લાગી જતાં જાણે મારા માં જ તેમને મારી મમ્મી ના દેખાતી હોય!!
મે નોંધ્યું કે હર એક આંખોમાં સ્નેહ ભાવ હતો…
હર એક શબ્દોમાં આશીર્વચન હતા…
અચાનક જ મારી આંખો મમ્મીની પ્રતિમાની આંખો સાથે ટકરાઇ અને જાણે એ પણ મને ખૂબ જ આશીર્વાદ આપતી હોય તેવો મને આભાસ થયો ને હું ઊભી થઇને દોડી ને મારી મા ને વળગી પડી અને ખૂબ જ રડી પડી.
અને અચાનક જ જાણે મારા ડૂસકાં મને સંભળાવવાના બંધ થઈ ગયા હોય મને લાગ્યું… મેં આજુબાજુમાં નિહાળ્યું તો દરેકે દરેક આંખો રડતી હતી……..આખું ગામ જાણે હિબકે ચડયું હતું…જાણે નદી ઉપર બંધ બાંધી રાખેલ હોય તેમ અત્યાર સુધી લોકો મહાપ્રયત્ને રડવાનું રોકી રાખેલું તે હવે બંધ હવે તુટી ને છલકાઇ ગયો હતો.
ન્યુજર્સીની ફ્લાઈટ મા આખા રસ્તે મને આ જ બધા દ્રશ્યો આંખ સામે આવ્યા રાખે મને લાગ્યું કે લોકો પોતાની જાત કે પોતાના ફેમિલી માટે તો બધા જ બધું કરી છૂટે પણ મમ્મી એ આખા ગામના લોકોને ચમત્કારિક રીતે બદલી દીધા હતા મમ્મી એ પોતાનું નામ નો સાચો “”અર્થ સાર્થક”” કર્યો હતો .
અંતે અમેરિકામાં મારી ઓફિસમાં પહોંચીને હું અંદર જવા લાગતી હતી ત્યાં જ મારી નજર મારી નેમ પ્લેટ ઉપર પડી…. સરસ કલાત્મક રીતે કેલીગ્રાફી શબ્દોમાં મઢેલુ મારું નામ સોનેરી અક્ષરોમાં જ હતું.દરેક વખતે હું મારી Name plate ને ખુબજ ગુમાન થી જોતી.. પણ આજે મને મારું નામ જોતી વખતે મારી જાત ખૂબ જ વામણી લાગી.
મેં મારી આસિસ્ટન્ટ નેમ પ્લેટ કાઢી નાખવા કહ્યું તો તેણે મને કારણ પૂછ્યું તમે હસતા હસતા કહ્યું કે ગામમાં મારી હોસ્પિટલની કેબીન પર લગાવવાની છે એટલે.

આમ મારા અભિમાનની મનમાં સ્નેહ નો સંચાર થયો.
મારા છીછરા વ્યક્તિત્વમાં પરિપક્વતાનો ઉદય થયો
મારા અંધકાર થી ભરેલા મનમાં નો ઉષા નો ઉદય થયો.

✍🏻સારિકા રાઈચુરા.

પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે,
ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે !

આપણી તકલીફ એ કે ફાંસને કાઢી નહિ,
ફાંસનું વાગી જવું એ ફાંસની તકલીફ છે.

દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહિ કહી શકું,
માની લો દુષ્કાળ છે,ને ઘાસની તકલીફ છે !

નાડને મારી તપાસી વૈદ્ય મોટેથી કહે:
આને કોઇ પાણી પાવ,આને પ્યાસની તકલીફ છે.

પારકા લોકો હંમેશા પ્રેમ આપી જાય છે,
જ્યાં પણ છે તકલીફ, સાલ્લી ખાસની તકલીફ છે.

જાણવા ને શીખવાના માપદંડો છે જ નહિ,
અહીં તો કેવળ પાસ ને નાપાસની તકલીફ છે.

તું ઘરે પહોંચ્યો નથી એની ન ચિંતા કર ‘નિનાદ’,
અહીં ઘણાંને જન્મથી આવાસની તકલીફ છે.

– નિનાદ અધ્યારુ

शमी ने पूरी कर दी भुवनेश्वर की कमी,

टककर थी तगड़ी पर

भारत ने अफगानिस्तान वालों को करवादी लंगडी।

✍🏻जानूशी रायचुरा।